#IGOTVACCINATED

કોવિડ-19 રસીની
માહિતી

LAST UPDATED: SEPTEMBER 5, 2021

શું

 

શું

કોવિડ-19 શું છે?


કોવિડ-19 એટલે કોરોનાવાયરસ ડીસિઝ (રોગ), જેની 2019માં પ્રથમ વાર ઓળખ કરવામાં આવી હતી. કોવિડ-19 સાર્સ-કોવી-2 વાયરસ દ્વારા થાય છે.
કોવિડ-19ના પ્રકારો કયા છે?


જો તમે કોઈ વાયરસના સંસર્ગમાં આવ્યા હોય, તો તે તમારા શરીરમાં પ્રવેશ કરશે અને પોતાની પ્રતિકૃતિઓ તૈયાર કરશે, અને વધુને વધુ નકલો બનાવશે. પરિવર્તન ત્યારે થાય છે જ્યારે વાયરસ નકલ કરતી વખતે ભૂલ કરે છે. જો પર્યાપ્ત પરિવર્તન થાય અને તેનું પુનરાવર્તન થાય, તો તે એક વેરિઅન્ટ સ્ટ્રૈન બની જશે. 'ચિંતાજનક વેરિઅન્ટ ' એ વાયરસનું એક સંસ્કરણ છે જે સામાન્ય રીતે વધુ ચેપી અને જીવલેણ હોય છે. જુલાઈ 2021 સુધીમાં, કોવિડ-19 ના ચાર ચિંતાજનક વેરિઅન્ટ છે. ઑન્ટેરીયોમાં સૌથી વધુ ચિંતાજનક ડેલ્ટા વેરિઅન્ટ છે.
કોવિડ-19 રસી શું છે?


કોવિડ-19 રસી એ એક ઇન્જેક્શન છે જે તમારા શરીરને વાયરસ સામે પોતાનું રક્ષણ કરવાનું શીખવે છે. હેલ્થ કેનેડા દ્વારા માન્ય રસીઓ સલામત અને અસરકારક છે. રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત કરવા માટે આ રસીઓ mRNA અથવા નોન-રેપ્લિકેટિંગ (પ્રતિકૃતિ ન બનાવતા) વાયરલ વેક્ટર પર આધાર રાખે છે. આ રસીઓ તમને જીવંત વાયરસના ઇન્જેક્શન આપતી નથી. તમને કોવિડ-19 રસીથી કોવિડ-19 થઈ શકતો નથી.
કઈ કોવિડ-19 રસીઓ ઉપલબ્ધ છે?


કેનેડામાં ઉપયોગ કરવા માટે બે mRNA રસીઓ અને બે નોન-રેપ્લિકેટિંગ વાયરલ વેક્ટર (NRVV) માન્ય છે:

 • ફાઇઝર: 2 ડોઝ (mRNA)
 • મોડર્ના: 2 ડોઝ (mRNA)
 • એસ્ટ્રાઝેનેકા: 2 ડોઝ (NRVV)
 • જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન: 1 ડોઝ (NRVV)
મારે લેવા માટે શ્રેષ્ઠ કોવિડ-19 રસી કઈ છે?


હેલ્થ કેનેડા દ્વારા માન્ય રસી બધી રીતે સલામત અને અસરકારક છે. તમને સૌથી પહેલા ઉપલબ્ધ થઇ શકે તે રસી તમારા માટે શ્રેષ્ઠ રસીકરણ છે! જો તમને રસી વિશે ચિંતાઓ હોય, તો તમારા આરોગ્ય સંભાળ પ્રદાતા સાથે વાત કરો.
જાહેર આરોગ્ય માર્ગદર્શિકા દ્વારા સૂચવેલ રસી બ્રાન્ડ્સનું મિશ્રણ કરવું સલામત છે. જો તમને તમારા પ્રથમ ડોઝ તરીકે mRNA રસી (ફાઇઝર અથવા મોડર્ના) મળે છે, તો તમે તમારા બીજા ડોઝ તરીકે બેમાંથી કોઈપણ mRNA રસી લઈ શકો છો. જો તમે તમારા પ્રથમ ડોઝ તરીકે એસ્ટ્રાઝેનેકા પ્રાપ્ત કરેલી હોય, તો તમે તમારા બીજા ડોઝ તરીકે કોઈ mRNA રસી અથવા એસ્ટ્રાઝેનેકાનો બીજો ડોઝ મેળવી શકો છો.
જ્યારે હું મારી કોવિડ-19 રસી લેવા જાઉં ત્યારે હું શું અપેક્ષા કરી શકું છું?


જુદી-જુદી રસીઓના અનુભવો જુદા-જુદા હોઈ શકે છે. જો તમે શેડ્યૂલ કરેલી એપોઇન્ટમેન્ટ પર જઈ રહ્યા હોવ તો તમે નીચે મુજબની અપેક્ષા રાખી શકો છો:

 • પહોંચવું અને એક સ્વયંસેવક સાથે ચેક-ઇન કરવું
 • કોવિડ-19 ને લગતા ચોક્કસ સ્ક્રિનિંગ પ્રશ્નોના જવાબો આપવા, અને તમારું હેલ્થ (આરોગ્ય) કાર્ડ પ્રદાન કરવું*
 • તમારી રસી મેળવવા માટે એક ક્વોલિફાઇડ હેલ્થકેર કાર્યકર સાથે બેસવું
 • તમે સ્વસ્થ અનુભવો છો તેની ખાતરી કરવા માટે તમારા રસીકરણ પછી 15 મિનિટ રાહ જોવી
 • એક પત્રિકા સાથે ઘરે જવું જે સૂચવે છે કે તમને તમારો ડોઝ મળી ગયો છે અને તમે કઈ આડઅસરોની અપેક્ષા કરી શકો છો.

જો તમને સોયનો ડર હોય, અનુવાદ સેવાઓની જરૂર હોય અથવા કોઈ અન્ય સહાયની જરૂર હોય, તો તેની વ્યવસ્થા કરવા માટે અગાઉથી કોલ કરો. જો તમને મૂર્છા, ચક્કર અથવા સોય પ્રત્યે એલર્જીક પ્રતિક્રિયાઓનો ઇતિહાસ હોય, તો તમે ડ્રાઇવ-થ્રૂ (વાહનમાં બેસીને) રસીકરણના વિકલ્પો માટે પાત્ર નથી અને કોઈ ક્લિનિક, હોસ્પિટલ, ફાર્મસી અથવા પોપ-અપમાં જવું જોઈએ.

*જો તમારી પાસે હેલ્થ કાર્ડ ન હોય, તો તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે ક્લિનિક્સ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે, આ ક્લિનિક્સમાં એક આઈડી જરૂરી હોય છે. ઑન્ટેરીયોમાં રસી મેળવવા માટે તમારી પાસે આરોગ્ય કાર્ડ હોવું જરૂરી નથી. જો તમને તમારી જરૂરિયાતોને બંધબેસે તેવા રસીકરણ ક્લિનિક શોધવામાં સહાયની જરૂર હોય, તો અમને outreach@missinformed.ca પર ઇમેઇલ મોકલો.
કોવિડ-19 રસીની આડઅસરો શું છે?


રસીથી થતી સામાન્ય આડઅસરોમાં આ શામેલ હોઈ શકે છે:

 • શારીરિક પીડા
 • ઈન્જેક્શનની જગ્યાની આસપાસ લાલાશ અને સોજો
 • થાક
 • માથાનો દુખાવો
 • સ્નાયુનો દુખાવો
 • ઠંડી લાગવી
 • તાવ અને ઉબકા
તમારા બીજા ડોઝ પછીની આડઅસરો તમારા પ્રથમ ડોઝની આડઅસરો કરતા વધુ ગંભીર હોઈ શકે છે. આ આડઅસરો સામાન્ય અને અસ્થાયી છે. કોઈ આડઅસર ન થવી પણ સામાન્ય બાબત છે.
જોકે ગંભીર આડઅસરો ખૂબ જ દુર્લભ છે, જેમાં લોહી ગંઠાઇ જવું, હ્રદયની બળતરા, કેશિકા લીકેજ સિન્ડ્રોમ, ગિલિયન બેર સિન્ડ્રોમ અથવા એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકવાનું શામેલ છે. 5મી જુલાઈ સુધીમાં, રસી અપાયેલા 99.9% લોકોને આમાંની કોઈ આડઅસર થઈ નથી. રસીથી થતી આડઅસરોનું હંમેશાં નિરીક્ષણ કરવામાં આવે છે. જો તમને કોઈ ગંભીર આડઅસરો થાય છે, તો 911 પર કોલ કરો અથવા તમારી નજીકની હોસ્પિટલમાં જાઓ.

 

શા માટે

મારે કોવિડ-19 ની રસી શા માટે લેવી જોઈએ?


એકવાર તમે રસી લઈ લીધા પછી, તમને કોવિડ-19 થવાની સંભાવના નોંધપાત્ર રીતે ઓછી થઈ જાય છે. જો તમને ચેપ લાગે છે, તો તમને ગંભીર આડઅસરોનો અનુભવ થવાની, હોસ્પિટલમાં દાખલ થવાની આવશ્યકતા અથવા વાયરસથી મૃત્યુ પામવાની સંભાવના ઘટી જાય છે. અને જો તમને કોવિડ-19 થાય તો પણ, તો પણ રસી લેવી એ એક સારો વિચાર છે કારણ કે તે રક્ષણને મજબૂત બનાવે છે. રસી લેવી મહત્ત્વપૂર્ણ છે જેથી વર્તમાન રસીઓ સામે પ્રતિરોધક બની શકે તેવા વેરિઅન્ટમાં વાયરસની રેપ્લિકેટ (નકલ) અને મ્યુટેટ (પરિવર્તન) થતાં અટકાવી શકાય. વાયરસ ફક્ત ચેપગ્રસ્ત લોકોમાં પોતાને પરિવર્તિત કરી શકે છે. જો લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ જાય, તો વાયરસને પરિવર્તિત થવાની અને વધુ વેરિઅન્ટ (સ્વરૂપો) બનાવવાની તક નહીં મળે. કોવિડ-19 વાયરસ સામે આપણું શ્રેષ્ઠ રક્ષણ છે રસીકરણ કરવું.
મારે બીજો ડોઝ શા માટે લેવો જોઈએ?


જો તમને તમારા પ્રથમ ડોઝ તરીકે ફાઇઝર, મોડર્ના અથવા એસ્ટ્રાઝેનેકા પ્રાપ્ત થઈ હોય, તો તમારે સંપૂર્ણ રસીકરણ માટે બીજા ડોઝની જરૂર છે. સંપૂર્ણ રસીકરણ મેળવવાથી તમને કોવિડ-19 સામે સૌથી મોટું રક્ષણ પ્રાપ્ત થાય છે. તમારા પ્રથમ ડોઝના 2 અઠવાડિયા પછી તમે આંશિકરૂપે સુરક્ષિત બનશો, પરંતુ તમારો બીજો ડોઝ તમામ વર્તમાન વેરિઅન્ટ સામે વધુ અસરકારક, લાંબા ગાળાનું રક્ષણ પ્રદાન કરશે.
હર્ડ ઇમ્યુનિટી (ઝૂંડ રોગપ્રતિરક્ષા) શા માટે મહત્વપૂર્ણ છે?


હર્ડ ઇમ્યુનિટી (ઝૂંડ રોગપ્રતિરક્ષા) ત્યારે થાય છે જ્યારે મોટાભાગના લોકો કોઈ ચોક્કસ રોગ સામે પ્રતિરક્ષા વિકસાવે છે, જે આ રોગને ફેલાવાની શક્યતા ઘટાડે છે. હર્ડ ઇમ્યુનિટી, જેઓ રસી ન લઈ શકતા નથી તેવા લોકોને વાયરસના સંક્રમણથી સુરક્ષિત કરવામાં મદદ કરે છે, જેમ કે નવજાત શિશુ. રસીકરણ એ હર્ડ ઇમ્યુનિટીના તબક્કે પહોંચવા માટે નિર્ણાયક છે. ઓરી, ગાલપચોળિયા, પોલિયો અને ચિકનપોક્સ (અછબડા) એ ખુબ સામાન્ય એવા ચેપી રોગો છે. રસીઓની મદદથી, આપણે આ દરેક ચેપી રોગો પ્રત્યે હર્ડ ઇમ્યુનિટી સુધી પહોંચી ગયા છીએ. હવે, આ રોગો ઊંચા રસીકરણ દર ધરાવતા દેશોમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. કોવિડ-19 સામે હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરવા માટે, આપણે દરેક પાત્ર વ્યક્તિ માટે રસીકરણ જરૂરી છે. જેટલી વહેલી તકે આપણે સંપૂર્ણ રસીકરણ કરી લઈશું, તેટલું વધુ ઝડપી જીવન સામાન્ય થઈ જશે.

કેવી રીતે

 

કેવી રીતે

mRNA કોવિડ-19 રસી કેવી રીતે કાર્ય કરે છે?


કેનેડામાં સૌથી વધુ ઉપલબ્ધ રસીઓ ફાઇઝર અને મોડર્ના છે. આ રસીઓ તમારા શરીરને કોવિડ-19 થી બચાવવા માટે mRNAનો ઉપયોગ કરે છે. mRNA એ એક અણુ છે જે તમારા કોષોને પ્રોટીન કેવી રીતે બનાવવું તે માટેના સૂચનો પ્રદાન કરે છે. mRNA રસી તમારા કોષોને કોવિડ-19 વાયરસ પર જોવા મળતા ચોક્કસ સ્પાઇક પ્રોટીન બનાવવા માટેના સૂચનો પૂરા પાડે છે. એકવાર તમારું શરીર સ્પાઇક પ્રોટીન બનાવી લે, પછી તે mRNA સૂચનાઓને તોડી નાખે છે અને તેને દૂર કરે છે. સ્પાઇક પ્રોટીન એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે. એન્ટિબોડીઝ સ્પાઇક પ્રોટીનને ઓળખશે અને જો તેઓ ફરીથી દેખાય, તો તેમનો નાશ કરશે જે કોવિડ-19ના ચેપને અટકાવે છે અથવા કોવિડ-19ના ચેપને કારણે થતા લક્ષણોને ઓછા કરશે. તમારા શરીરને સ્પાઇક પ્રોટીનને યાદ કરાવવા અને વધુ એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવા માટે બીજા ડોઝની જરૂર છે જેથી તમે વાયરસ સામે વધુ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહો.
હું કેવી રીતે જાણી શકું કે કોવિડ-19 રસી અસરકારક અને સલામત છે?


કોવિડ-19 રસીઓએ કેનેડામાં માન્ય કરવામાં આવતી અન્ય દવાઓ અને રસીઓની જેમ જ સમીક્ષા અને મંજૂરી પ્રક્રિયાઓનું પાલન કરેલ છે. આ સમીક્ષા પ્રક્રિયાનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનું છે કે લોકોને રસી આપતા પહેલાં તે સલામત અને અસરકારક હોય. દરેક કોવિડ-19 રસીઓને મંજૂરી આપવા માટે લેવામાં આવેલા પગલાં નીચે જણાવેલ છે:

 1. સંશોધનાત્મક: આ રસી હાલની તકનીકીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી જે અન્ય સમાન વાયરસની સારવાર માટે વિકાસ હેઠળ છે.
 2. પૂર્વ-ક્લિનિકલ: મનુષ્યો પર આગળ વધવું સલામત અને અસરકારક છે કે કેમ તેની પ્રારંભિક માહિતી એકત્રિત કરવા માટે આ રસીનું કોષો અને પ્રાણીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
 3. ક્લિનિકલ ટ્રાયલ્સ (નૈદાનિક અજમાયશ): આ પરીક્ષણો રસીકરણની એફીકસી (પ્રભાવિતા)* અને સલામતી વિશેના પ્રશ્નોના જવાબો મેળવવા માટે રસીકરણ પામેલ અને રસીકરણ ન પામેલ જૂથોની તુલના કરે છે.
  તબક્કો 1: સલામત ડોઝ સ્તર, આડઅસરો અને તેમાં સલામતીની કોઈ મોટી ચિંતા છે કે કેમ તે નક્કી કરવા માટે નાના જૂથો (દસ લોકો) માં આ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
  તબક્કો 2: રસી કેટલી સારી રીતે કાર્ય કરે છે, ઈષ્ટતમ ડોઝ શું છે, અને સલામત છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે, રસીનું મોટા જૂથોમાં (સેંકડો લોકો) માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
  તબક્કો 3: રોગની રોકથામમાં રસીની એફીકસી (પ્રભાવિતા)* નક્કી કરવા અને અન્ય કોઈ આડઅસરને ઓળખવા માટે, રસીનું મોટા જૂથો (હજારો લોકો) માં પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
 4. મંજૂરી: તમામ અજમાયશોમાં સારી રીતે દસ્તાવેજીકૃત માહિતી મળ્યા પછી, હેલ્થ કેનેડાને એક સ્વતંત્ર સમીક્ષા માટે અરજી મોકલવામાં આવી હતી. તેઓએ યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે અને ડેટાનો યોગ્ય રીતે અહેવાલ આપેલ છે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય નિષ્ણાતોના એક અલગ જૂથે તમામ નૈદાનિક અજમાયશોની સમીક્ષા કરી. રસીને લોકોને આપવા માટેની મંજૂરી મેળવવાનું આ સમીક્ષાનું ઉચ્ચતમ ધોરણ છે.
 5. સતત નિરીક્ષણ (તબક્કો 4): હેલ્થ કેનેડા માન્ય રસીઓ વિશેની માહિતીની નિયમિત દેખરેખ રાખે છે. આ તબક્કામાં સલામતી નિરીક્ષણ, વિશિષ્ટ પેટા જૂથોની અંદર રસીની અસરકારકતાની તપાસ અને પ્રતિરક્ષા અવધિના અભ્યાસનો સમાવેશ થાય છે.
જ્યારે નૈદાનિક અજમાયશો અને મંજૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થવા માટે વર્ષોનો સમય લાગી શકે છે, ત્યારે કોવિડ-19 રસીઓને સંખ્યાબંધ શાસકો અને સંશોધન સંસ્થાઓમાંથી એક વિશાળ માત્રામાં ભંડોળ અને સંયુક્ત પ્રયાસો પ્રાપ્ત થયા હતા. આ સામૂહિક પ્રયત્નો દ્વારા, વિશ્વ ટૂંકા સમયમાં સલામત અને અસરકારક રસીઓને મંજૂરી આપવાની સમર્થ બન્યું.
*એફીકસી (પ્રભાવિતા) એ એવું માપન છે કે જેમાં કોઈ રસી એક નૈદાનિક અજમાયશ જેવા આદર્શ અને નિયંત્રિત વાતાવરણ હેઠળ રોગને અટકાવે છે. અસરકારકતા એ વાસ્તવિક વિશ્વમાં રસી કેવી રીતે કાર્ય કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
કોવિડ-19 રસીનો કેટલો ખર્ચ થાય છે?


કેનેડામાં તમામ કોવિડ-19 રસી દરેક માટે મફત છે, પછી ભલે તમારી પાસે આરોગ્ય કાર્ડ અથવા નાગરિકત્વ/પરમેનન્ટ રેસિડન્સ ઇમિગ્રેશન સ્ટેટસ (કાયમી નિવાસી પ્રવાસી સ્થિતિ) ન હોય. તમારી નજીકનું ક્લિનિક શોધવા માટે 'ક્યાં' ટેબ પર ક્લિક કરો.
હું કેવી રીતે જાણી શકું કે હું કોવિડ-19 રસી માટે પાત્ર છું કે કેમ?


ઑન્ટેરીયોમાં, જો તમે 12 વર્ષથી વધુ ઉંમરના હોવ તો તમે રસી મેળવવા માટે પાત્ર છો. કેટલાક ક્લિનિક્સમાં રસી મેળવવા માટે તમારે ઑન્ટેરીયો આરોગ્ય કાર્ડ પ્રસ્તુત કરવાની જરૂર પડે છે, પરંતુ ઘણી પોપ-અપ રસીકરણ સાઇટ્સ ઉપલબ્ધ છે જેમાં આરોગ્ય કાર્ડની જરૂર હોતી નથી. જો તમે ઓછા-અવરોધવાળા ક્લિનિકની શોધમાં હોવ (દા.ત.: સર્વેલન્સ મુક્ત વાતાવરણ, કોઈ આઈડી આવશ્યક ન હોય, કોઈ એપોઇન્ટમેન્ટ આવશ્યક ન હોય), તો અમે તમને સહયોગ આપવા માટે હાજર છીએ! કૃપા કરીને outreach@missinformed.ca પર અમને ઇમેઇલ કરો અને અમારી ટીમના કોઈ સભ્ય તમારી નજીકના ઓછા-અવરોધવાળા ક્લિનિક શોધવામાં મદદ કરવા માટે રાજી થશે.
હું કેવી રીતે જાણું છું કે મારા જેવા દેખાતા લોકો પર કોવિડ-19 ની રસીનું પરીક્ષણ કરાયું હતું?


રસીના પરીક્ષણમાં વંશીય લોકો અને વંશીય લઘુમતીઓનું પ્રતિનિધિત્વ મહત્વપૂર્ણ છે જેથી ખાતરી કરી શકાય કે રસી વિવિધ વસ્તીઓમાં સલામત અને અસરકારક છે. કેનેડામાં માન્ય રસી માટેના બે પ્રાથમિક ઉત્પાદકો ફાઇઝર અને મોડર્ના છે. બંને ઉત્પાદકોએ તેમની સંબંધિત રસીઓ માટે મોટી અજમાયશ હાથ ધર્યા હતા; અજમાયશના વસ્તી વિષયક ડેટા નીચે દર્શાવેલ છે. આ અજમાયશમાં ભાગ લેનાર તમામ સહભાગીઓએ ક્યાં તો કોવિડ-19 રસીકરણ અથવા પ્લેસિબો (રસી વગરનું ઇન્જેક્શન) પ્રાપ્ત કરવાની સંમતિ આપી હતી. કોઈએ રસી મેળવવી કે પ્લેસિબો એ એક રેન્ડમ (યાદૃચ્છિક) પ્રક્રિયા હતી અને ન તો સહભાગી કે ન તો સંશોધનકર્તાને ખબર હતી કે કોને કયું ઇન્જેક્શન મળ્યું છે. આ અજમાયશો ઉપરાંત, કેનેડામાં વસતા લાખો લોકોને રસી આપવામાં આવી છે. ઘણા અંશે સંભવ છે કે તમારા સમુદાયના ઘણા લોકોને પહેલેથી જ રસી અપાઈ ગઈ હોય! તમારા સમુદાયના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરો જેમણે રસી લઈ લીધી છે અને તેમના અનુભવો વિશે જાણો.
કેટલા લોકોને રસી આપવામાં આવી છે?


67% ઑન્ટેરીયોમાં રહેતા X લોકોએ સંપૂર્ણ રસીકરણ પ્રાપ્ત કર્યું છે.
જો હું કામ સિવાયના સમયે બુક ન કરી શકું તો હું મારી રસી કેવી રીતે મેળવી શકું?


જો તમે ઑન્ટેરીયોમાં રહેતા હોવ, તો તમે તમારી રસી મેળવવા માટે જોબ-પ્રોટેક્ટેડ (નોકરી પરથી સુરક્ષિત રીતે) ચેપી રોગની કટોકટી રજા માટે પાત્ર છો. નોકરીદાતાઓએ કોવિડ-19 થી સંબંધિત કેટલાક કારણોસર પાત્ર કર્મચારીઓને ત્રણ દિવસ સુધીની ચૂકવણી સાથેની રજા પ્રદાન કરવી આવશ્યક છે. આમાં તમારી રસી મેળવવા માટે રજાનો સમય લેવો અને જો તમને રસીથી કોઈ આડઅસર થાય છે તો તેના માટે રજાનો સમય લેવાનો સમાવેશ થાય છે. રસીકરણ પ્રાપ્ત કરવા અથવા રસીથી થતી આડઅસરને લીધે ઘરે આરામ કરવા માટે રજાનો સમય લેવા માટે નોકરીદાતાઓ તમને બરતરફ કરી શકતા નથી. ઑન્ટેરીયો કોવિડ-19 વર્કર ઈન્ક્મ બેનિફિટ (કામદાર આવક લાભ) 25 સપ્ટેમ્બર, 2021 સુધી અમલમાં રહેશે. ઑન્ટેરીયો કોવિડ-19 વર્કર ઈન્ક્મ બેનિફિટ વિશે અહીં વધુ વાંચો:

 

 ક્યાં

હું મારી કોવિડ-19 રસી ક્યાંથી મેળવી શકું? 

ઑન્ટેરીયોમાં રસીકરણ માટેના ઘણાં સ્થળો છે. આમાં ફાર્મસીઓ, ડૉક્ટરની ઓફિસો, હોસ્પિટલો અને પોપ-અપ ક્લિનિક્સ શામેલ છે. જો તમને તમારી જરૂરિયાતોને બંધબેસે તેવા રસીકરણ ક્લિનિક શોધવામાં સહાયની જરૂર હોય, તો અમને outreach@missinformed.ca પર ઇમેઇલ મોકલો.

 

તમારા સૌથી નજીકના રસી ક્લિનિક શોધો અને રસી પ્રાપ્ત કરો.

 

નીચેની લિંક દ્વારા તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો

 

સામાન્ય પ્રશ્નો

Is it safe to mix vaccines?


It is safe to mix the COVID-19 vaccines. Mixing vaccines is not a new idea. It has been done in the past with Ebola, flu shots, and hepatitis vaccines. 

 

Mixing Astrazeneca with mRNA

New evidence suggests mixing AstraZeneca with an mRNA vaccine (Pfizer, Moderna) is highly effective and safe. There is also no known risk of blood clots with the Pfizer or Moderna vaccines. If you got Astrazeneca as your first dose, it is recommended you get either Pfizer or Moderna as your second dose. However, you can also get a second dose of Astrazeneca if you had no severe issues with your first dose. Once you have two doses, you are fully vaccinated and have the greatest protection against COVID-19.

 

Mixing mRNA with mRNA

The mRNA vaccines (Pfizer, Moderna) can also be mixed because they are so similar. Vaccines from different companies can be mixed when they:

 1. Have the same purpose

 2. Are used in the same populations

 3. Work in the same way

 4. Are equally safe

 5. Are equally effective

Looking at all these characteristics, the Pfizer and Moderna vaccines are pretty much the same. This means that if you got Pfizer as your first shot, you can get Moderna as your second. If you got Moderna first, you can get Pfizer second.

The most important thing is to get the first vaccine available to you!